Wednesday, February 13, 2008

ધાર્યું નહોતું કે ...

ધાર્યું નહોતું કે આમ થશે
આખી આ જીંદગી વેરાન થશે

એક,બે,ત્રણ અને ચાર
આમ ને આમ વર્ષો પુરાં થશે

કરી હતી શરુઆત કંઈક લખવાની
ન્હોતી ખબર, અંત આવો રચાશે

કહેલું બધાંએ, નજદિક ના જઈશ
મને શું ખબર, કે આગ હશે

અફસોસથી હવે શું ફાયદો
થશે આખરે એ જ, જે થવાનું હશે