Wednesday, February 13, 2008

કોણ ?

અક્ષરોની આરપાર, વારંવાર
આ કોણ નીકળી જાય છે ?

સંબંધોથી દુ૨, તડીપાર
મને આ કોણ લઈ જાય છે ?

વર્ષ ો પુરાના દર્દને, બેખબર
કોણ ફરી છંછેડી જાય છે ?

ફુલો વગરનાં ચમનમાં,સરેઆમ
કોણ સુરીલું ટહુકી જાય છે ?

અફસોસનાં ઓછાયામાં, બેશરમ
કોણ હળવેકથી મલકી જાય છે ?

જીંદગી અને મોત વચ્ચે,બેકરાર
આ કોણ મને રાખી જાય છે ?

એ આત્મા છે કે પરમાત્મા ? (શું ખબર!)
હંમેશા મને સમજાવીને જાય છે.