મારી કાલ પણ હતી તારા ખ્યાલોમાં
અને આજ પણ માત્ર તારા ખ્યાલોમાં
વીતી જાય ભલે આખી આ જીંદગી
મરીશ પણ હું તો તારા જ ખ્યાલોમાં
આમ તો મારાથી અજાણ છે તું
ક્યારેક તો આવીશ હું,તારા ખ્યાલોમાં
કોને ખબર...કદાચ એવું પણ બને કે
હોય તું મારા અને હું તારા ખ્યાલોમાં
જીંદગી, બસ હવે તો રહી છે બહુ થોડી
કાશ, આવે એ વાત તારા ખ્યાલોમાં