Wednesday, February 13, 2008

જીંદગી

સહેલી છે જીતવી આ જીંદગી,
અઘરી છે માણવી આ જીંદગી

માણી શકો તો માણી જુઓ એને
ઘટનાઓની કતાર છે, આ જીંદગી

નથી હા૨ કે નથી જીત,
સરવાળો છે બંનેનો, આ જીંદગી

આંકીએ આમ તો દિવસોથી એને,
છે અશક્ય આંબવી, આ જીંદગી

મારી, તારી, આ તેની જીંદગી
છે ખરેખર આપણી, આ જીંદગી

લથડતી,તડપતી,ઝળકતી એ ક્યારેક
ધબકતી સદાય અકળ, આ જીંદગી

દેખાય ભલે સમજુતી એ લોકોને
છે એક સમાધાન, આ જીંદગી

હવે તો બસ જીવવી છે એને
ભલે ને પછી મોતને મળે,આ જીંદગી

સહેલી છે પામવી આ જીંદગી
અઘરી છે જીવવી આ જીંદગી