Wednesday, February 13, 2008

કહેલુ કોઈએ...

કહેલુ કોઈએ, બનાવવી હોય
યાદગાર કોઈ ચીજ તો
જોડી દો એને જાત સાથે.

મેં ક્ષણને મારી સાથે જોડી
અને હું જીવંત બની ગયો

માટીને મારી સાથે જોડતાં
જ, હું ધરતી બની ગયો

મેં રેત ને મારી સાથે જોડી
અને હું ૨ણ બની ગયો

જલબિંદુ સાથે જોડાતાં જ
હું સમુદ્ર બની ગયો

મેં સુરને મારી સાથે જોડ્યાં
અને હું સંગીત બની ગયો

પત્થરોને મારી સાથે બાંધ્યા
અને હું પહાડ બની ગયો

અને મોતને મારી સાથે જોડતાં
જ, હું મૃત્યુ બની ગયો...